વધુમાં કોઇપણ વ્યક્તિ તે સ્વતંત્ર, ટ્રસ્ટ હેઠળના સ્વશાસન હેઠળ ન હોય તેવા અથવા સાર્વભામત્વની બીજી કોઇપણ મર્યાદા હેઠળ આવેલા દેશ અથવા પ્રદેશની હોય તો પણ રાજકીય, હફમવવિષયક અથવા આંતરરાષ્ટ્રીય મોભાના ધોરણે તેની સાથે કોઇપણ ભેદભાવ રાખવામાં આવશે નહિ. દરેક વ્યક્તિને જીવવાનો, સ્વતંત્રતાનો અને સ્વરક્ષણનો અધિકાર છે. કોઇને પણ ગુલામી અથવા પરાધીન દશામાં રાખવામાં આવશે નહિ; દરેક પ્રકારની ગુલામી અને ગુલામોના વેપાર પર પ્રતિબંધ મૃકવામાં આવશે. કોઇપણ વ્યક્તિની ઉપર જુલમ ગુજારવામાં આવશે નહિ અથવા તેની સાથે ધાતકી, અમાનુષી અથવા હલકા પ્રકારનો વર્તાવ રાખવામાં આવશે નહિ અથવા તેવા પ્રકારની શિક્ષા કરવામાં આવશે નહિ.
how are you fineehsjsjsnzn djjz jsns